મોરબીમાં વીજ સલામતી અને વીજ બચત રેલીનું આયોજન

- text


પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચતની જાગૃતિ સપ્તાહની ઉજવણી

મોરબી : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડિસેમ્બર-2023 દ્વારા ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોંચાડવા તા. 11 થી 16 ડિસેમ્બરના ઊર્જા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત વીજ બચત રેલી યોજવામાં આવી હતી.

ઊર્જા બચત માસ અને ઊર્જા સપ્તાહની ઉજવણી અંતર્ગત તા. 14 ડિસેમ્બરના પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ સલામતી અને વીજ બચત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી સવારના 9:30 કલાકે પાવર હાઉસ કમ્પાઉન્ડથી ગેંડા સર્કલ, મયુરપુલ ત્યાંથી નગર દરવાજાથી રવાપર રોડ અને ત્યાંથી નવા બસ સ્ટેન્ડથી ઉમિયા સર્કલ થી ભક્તિનગર સર્કલએ પૂર્ણ થશે. આ રેલીમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ દ્વારા જન જાગૃતિ કરવામાં આવશે. તેમ મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર એસ. એચ. રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text

- text