હળવદની મંગલમ સ્કુલમાં વિદ્યાર્થીઓને સૂર્યનમસ્કારની તાલીમ અપાઈ 

- text


હળવદ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ અને સૂર્યનમસ્કાર વિશે લોકોમાં જાગૃતિ આવે તે અંતર્ગત સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગ્રામ્ય, તાલુકા, જીલ્લા તેમ દરેક કક્ષાએ સૂર્યનમસ્કાર સ્પર્ધા પૂર્વે હળવદની મંગલમ સ્કૂલ ખાતે સૂર્યનમસ્કારની તાલીમ આપવાનું શરૂ કરાયું છે

સૂર્યનમસ્કાર સ્પર્ધા અંતર્ગત યોગ કોચ પૂજાબેન કાવર, યોગ ટ્રેનર સંગીતાબેન લો, કીર્તિબેન ભુવા, શિલ્પાબેન સાદરીયા, વંદનાબેન પટેલ દ્વારા મંગલમ સ્કુલ ખાતે સૂર્યનમસ્કારની તાલીમ આપવામાં આવી હતી. આ સૂર્યનમસ્કારની તાલીમમાં અંદાજીત 330 થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સાથે ટ્રેનર દ્વારા યોગ વિશે પણ ખુબ જ સરળ માહિતી આપવામાં આવી હતી. તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત સૂર્યનમસ્કારની સ્પર્ધામાં વધુને વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તેવી માહિતી આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં મંગલમ સ્કુલના સંચાલક અશ્વિનભાઈ વિડજા, અશોકભાઇ પટેલ, રાજુભાઈ પટેલ સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text