સુખદેવસિંહના હત્યારા સામે કાર્યવાહી કરો : હળવદમાં ક્ષત્રિય કરણી સેનાનું આવેદન

- text


હળવદ : રાજસ્થાનના જયપુર ખાતે રાજપૂત સમાજના આગેવાન સુખદેવસિહ ગોગામેડીની નિર્મમ હત્યાને કારણે સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. તેથી ક્ષત્રિય કરણી સેનાએ હળવદના મામલતદારના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદન આપી સુખદેવસિંહના હત્યારાઓ સામે કાર્યવાહી કરવાની માંગને રાજસ્થાન સરકારને પહોંચાડવાનું જણાવ્યું છે.

હળવદના રાજપૂત કરણી સેના હેઠળ ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકોએ હળવદ મામલતદારના માધ્યમથી મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનમાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજપૂત સમાજની આક્રોશભેર રજૂઆત છે કે ગત તા.5/12/2023ના રોજ રાજસ્થાન રાજ્યના જયપુર શહેરમા દિન દહાડે સુખદેવસિહજી ગોગામેડીની તેમના ઘરમાં અંધાધુંધ ફાયરિંગ કરીને હત્યા નીપજાવવામાં આવી હતી. સુખદેવસિહજી ગોગામેડી દેશમાં સનાતન હિન્દુ સમાજ તથા રાજપૂત સમાજના પ્રશ્નોને હર હંમેશ વાચા આપતા રહ્યા છે અને આંદોલનો કરતા આવ્યા છે જેને કારણે સમગ્ર ભારત દેશના રાજપૂત સમાજમાં તેમનું સ્થાન આદર ભર્યું છે સ્વભાવિક છે. કોઈપણ સમાજના આદરણીય નેતાની નિર્મમ હત્યા થાય તો સમાજના યુવાનોમાં રોષ વ્યાપી જાય એ વાતને લઈને ગુજરાતમાં પણ રાજપૂત સમાજના યુવાનોમાં વ્યાપક રીતે રોષનું વાતાવરણ સર્જાયું છે. તેને ખાળવા માટે રાજપૂત સમાજ ગુજરાતની માંગણી છે કે ગુજરાત સરકાર રાજસ્થાન સરકારને અને પ્રશાસનને દરમિયાનગીરી કરીને ગુજરાતના સમગ્ર રાજપૂત સમાજની લાગણીને વાચા આપવા માટે સ્વ. સુખદેવસિંહજી ગોગામેડીના હત્યારાઓની પાછળ આ હત્યાનું ષડયંત્ર રચનાર વ્યક્તિઓના નામ પણ બહાર લાવે અને તેમની પણ સત્વરે ધરપકડ કરે અને હત્યામાં સામેલ તમામ આરોપીઓને ફાસ્ટટ્રેક કોર્ટમાં કડકમાં કડક સજા થાય થાય એવી ગુજરાતના રાજપૂત સમાજની માંગણી છે. ગુજરાત પણ રાજસ્થાનનું પાડોશી રાજ્ય હોય ત્યાં સ્વાભાવિક રીતે રોષ પ્રર્વતે છે. રોષના કારણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાઈ નહીં તે બાબતને પણ નજરઅંદાજ ન કરવાનું જણાવ્યું છે.

- text

- text