જૂનાગઢમાં 14મીથી પુષ્ટિ સંસ્કારધામનો સપ્તદિવસિય શિલાન્યાસ મહોત્સવ 

- text


સાત દિવસનો ભવ્ય ઉત્સવ : મોરબીના વૈષ્ણવોને ધર્મલાભ લેવા નિમંત્રણ 

મોરબી : જૂનાગઢના વડાલમાં વડાલ – કાથરોટ રોડ ઉપર પુષ્ટિ સંસ્કાર ધામના ફેઝ-2નું નિર્માણ કરવામાં આવનાર છે. જે અંતર્ગત તા.14થી 20 ડિસેમ્બર સપ્તદિવસિય શિલાન્યાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

પૂ. કિશોરચંદ્ર પુરુષોત્તમલાલજી મહારાજ, પૂ. વ્રજવલ્લભબાવા, પૂ.પીયૂષબાવા અને પૂ. પૂણ્યશ્લોકબાવાની પાવન નિશ્રામાં અહીં તમામ કાર્યક્રમો યોજાશે. જેમાં 14 ડિસેમ્બરને ગુરુવારે બપોરે 3 કલાકે વિવિધ પ્રદર્શનીનું વિમોચન, સાંજે 4થી 6 કલાકે વિવિધ વિભાગોની શિલાન્યાસ વિધિ, સાંજે 6થી 8 સાંસ્કૃતિક કાર્યક્રમ, રાત્રે 8થી ભોજન પ્રસાદ યોજાશે.

તા.15 ડિસેમ્બરને શુક્રવારે સાંજે 5થી 8 સાંસ્કૃતિક કાર્યક્રમ, રાત્રે 8થી ભોજન પ્રસાદ, તા.16 અને 17 ડિસેમ્બર શનિવાર તથા રવિવારે સાંજે 5થી 8 સાંસ્કૃતિક કાર્યક્રમ, વચનામૃત અને સહયોગીઓનું સન્માન, રાત્રે 8થી ભોજન પ્રસાદ યોજાશે. તા.18 અને 19 ડિસેમ્બર સોમવાર તથા મંગળવારે સાંજે 5થી 8 પુષ્ટિ સંસ્કાર સ્કૂલ તથા પુષ્ટિ બાલવાટિકા પ્રિ સ્કૂલ- ટીંબાવાડીના વિદ્યાર્થીઓનો વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ, મુખ્ય સહયોગીઓનું સન્માન, રાત્રે 8 કલાકે ભોજન પ્રસાદ યોજાશે.

- text

તા.20 ડિસેમ્બરને બુધવારે સાંજે 5થી 8 રાસોત્સવ, સમાપન વિધિ કાર્યક્રમ અને કાર્યકર્તા સન્માન, રાત્રે 8થી ભોજન પ્રસાદ યોજાશે. આ ઉપરાંત દરરોજ બપોરે 3થી સાંજે 7:30 સુધી ગીર સંવર્ધન દર્શન, સૃષ્ટિ, અરોમાં ગાર્ડન, પુષ્ટિ સંસ્કાર ધામ કેમ્પસનું 3ડી વોક થ્રુ પ્રદર્શન, પુષ્ટિ માર્ગીય કલા અને સંસ્કૃતિનું પ્રદર્શન યોજાશે.

- text