નકલીની બોલબાલા ! હળવદમાં ટાટાનું નકલી મીઠું પેકીંગ કરવાનું કૌભાંડ ઝડપાયું 

- text


હળવદ સોલ્ટ એસોસીએશનના પૂર્વ પ્રમુખના કારખાનામાંથી કારસ્તાન ઝડપાતા ચકચાર : પ્રખ્યાત ટાટા સોલ્ટ જેવા ભળતા નામે મીઠું બનાવવાનું કૌભાંડ ચાલતું હતું 

હળવદ : મોરબીમાં નકલી રેમડીસીવર ઇન્જેક્શન, નકલી નશીલી આયુર્વેદિક શિરપ અને નકલી ટોલનાકું ઝડપાયાં બાદ હળવદ જીઆઈડીસીમાંથી પ્રખ્યાત ટાટા કંપની જેવા ભળતા નામે નકલી નમક પેકીંગ કરવામાં આવતું હોવાની ટાટા કંપનીની ફરિયાદ બાદ આશ્ચર્યજનક રીતે હળવદ સોલ્ટ એસોસીએશનના પૂર્વ પ્રમુખના કારખાનામાંથી નકલી મીઠાનું કૌભાંડ ઝડપાયું તું, આ મામલે ટાટા કંપનીના કર્મચારીએ કોપી રાઈટ એક્ટ મુજબ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

રાજ્યમાં નકલીની બોલબાલા વચ્ચે ગઈકાલે હળવદ જીઆઈડીસીમાં ટાટા કંપનીના અધિકારી રોહીતકુમાર ઉર્વેશકુમાર કર્ણાવતએ બાતમીને આધારે હળવદ સોલ્ટ એસોસીએશનના પૂર્વ પ્રમુખ એવા આરોપી ગોપાલભાઈ બાબુલાલ ઠક્કર શિવમ સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝ કારખાનામાં પોલીસને સાથે રાખી તેમની ટાટા સોલ્ટ પ્રોડક્ટના ભળતા નામે ટાટા સોલ્ટ કંપનીના પ્લાસ્ટીકના પ્રીન્ટેડ વીથ SUPER GOLD Salt લખેલ ટાટા કંપનીના લોગો તથા કલર તથા ડીઝાઇન સાથે હળતા મળતા સામ્યતા ધરાવતા રોલ નંગ 100 કી.રૂ. 30 હજાર તથા મીઠાની ખાલી બેગ 20,000 કિંમત રૂપિયા 30 હજાર મળી કુલ 60 હજારનો મુદામાલ કબ્જે કરી હળવદ પોલીસ મથકમાં કોપીરાઈટ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

- text

- text