વાંકાનેરના લીંબાળાની ધાર નજીક પાણી પુરવઠાના પમ્પીંગ હાઉસમાં ચોરી 

- text


તસ્કરોએ ઓપરેટરને રૂમમાં પુરી દઈ વીજ ટ્રાન્સ્ફોર્મરમાંથી 4.80 લાખનો 800 કિલો કોપર વાયર ચોરી ગયા 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લીંબાળાની ધાર નજીક આવેલ પાણી પુરવઠા બોર્ડના પમ્પીંગ હાઉસમાંથી તસ્કરો ચાલુ વીજ ટ્રાન્સફોર્મર તેમજ બંધ વીજ ટ્રાન્સ્ફોર્મરમાંથી રૂપિયા 4,80,000ની કિંમતનો 800 કિલો કોપર વાયર ચોરી કરી જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લીંબાળાની ધાર નજીક આવેલ પાણી પુરવઠા બોર્ડના પમ્પીંગ હાઉસમાંથી તસ્કરો ચાલુ વીજ ટ્રાન્સફોર્મર તેમજ બંધ વીજ ટ્રાન્સ્ફોર્મરમાંથી રૂપિયા 4,80,000ની કિંમતનો 800 કિલો કોપર વાયર ચોરી કરી જતા પમ્પીંગ હાઉસના કોન્ટ્રાકટર મુકેશભાઇ ભગવાનજીભાઇ મારવાણીયા, રહે.અમદાવાદ વટવા ગામ વાળાઓએ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે તસ્કરો ગત મોડી રાત્રે પમ્પીંગ હાઉસના ઓપરેટરને રૂમમાં પુરી દઈ આ ચોરીને અંજામ આપ્યો હતો.

- text

- text