વાંકાનેરમાં દરગાહે ફાતિયો પઢવા ગયેલા મહિલાને થાર ગાડીએ હડફેટે લેતા મોત 

- text


વાંકાનેર : વાંકનેર તાલુકાના સીંધાવદર ગામે રહેતા હસીનાબેન ઇસ્માઇલભાઇ શેરસીયા નામના મહિલા વાંકાનેર ખાતે આવેલ મોમીનશાહ બાવાની દરગાહે ફાતિયો પઢવા ગયા બાદ પરત ફરતી વેળાએ રસ્તો ઓળંગતા હતા ત્યારે ચંન્દ્રપુર સી.એન.જી પેટ્રોપંપ પાસે મહીન્દ્રા કંપનીની થાર ગાડી નં-જીજે-36 -એજે-0909ના ચાલકે હડફેટે લેતા હસીનાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પતિ ઇસ્માઇલભાઇ અલીભાઇ શેરસીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text