સુખદેવસિંહની હત્યા મામલે રાજપૂત કરણી સેના આકરાપાણીએ, હળવદમાં રજુઆત કરાઈ

- text


સમાજના અગ્રણીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે,જો આવું જ ચાલ્યું તો અયોગ્ય માર્ગ પકડવા મજબૂર થવું પડશે : રાજપૂત કરણીસેનાની ચીમકી

હળવદ : તાજેતરમાં રાજસ્થાનમાં રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની ઘરમાં ઘુસીને ગોળી ધરબી ક્રૂર હત્યા કરવાના બનાવથી દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે આ બનાવના વિરોધમાં આજે હળવદ રાજપૂત કરણી સેનાના નેજા હેઠળ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ મામલતદારને આવેદન આપી આ હત્યાના બનાવમાં તમામ દોષીતો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

આજે હળવદ મામલતદાર કચેરી ખાતે રાજપૂત કરણી સેના દ્વારા આવેદનપત્ર પાઠવી કરાયેલ રજૂઆતમાં જણાવ્યું હતું કે તાજેતરમાં રાજસ્થાનમાં રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ઘરમાં ઘૂસીને ફાયરિંગ કરીને હત્યા કરવાની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. સાથે જ રાજપૂત કરણી સેનાના આગેવાનોને સુરક્ષા આપવામાં આવે. કારણ કે જાણી જોઈને પાછલા ઘણા સમયથી ક્ષત્રિય સમાજના આગેવાનોને નિશાન બનાવવામાં આવે છે.અને આવી ગંભીર ઘટનાઓમા આજ દિવસ સુધી કોઈ કઠોર કાર્યવાહી થઈ નથી.

- text

સરકાર દોષીતોને કઠોરમાં કઠોર કાર્યવાહી કરે તેવી માંગ સાથે જણાવાયું હતું કે, રાજસ્થાનમાં પાછલા ઘણા સમયથી સમાજના અગ્રણીઓને નિશાન બનાવી તેઓની હત્યાઓ કરવામાં આવી રહી છે તે રાજપૂત સમાજ સાંખી લેશે નહીં અને જો આમને આમ જ ચાલ્યું તો આવતા દિવસોમાં ન છૂટકે રાજપૂત સમાજ અયોગ્ય માર્ગ પકડવા પર મજબૂર થશે આવનાર સમયમાં આવા બીજા બનાવો ન બને તેવી માંગ કરવામાં આવી છે. તેમ છતાં પણ યોગ્ય ન્યાય ન મળે તો રાજપૂત સમાજનો રોષ આંદોલનનું સ્વરૂપ ધારણ કરશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

- text