હળવદના સાપકડા ગામે માસૂમ પુત્રએ ભૂલથી દવાવાળા ગ્લાસમા પાણી આપતા પિતાનું મૃત્યુ

- text


ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

હળવદ : હળવદ તાલુકાના નાના એવા સાપકડા ગામે અરેરાટી ભર્યા બનાવમાં માસૂમ પુત્રએ ભૂલથી ઝેરી દવાવાળા ગ્‍લાસમાં આપેલુ પાણી પી જવાથી પિતાનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે અને ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા અનિલભાઇ દેવજીભાઇ રાતોજા (ઉ.25) ગત તા.2ના રોજ વાડીએ હતા ત્‍યારે ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતા ગઈકાલે સાંજે તેમનું મોત થતાં રાજકોટ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, જીજ્ઞેશભાઇ મારૂ સહિતના સ્ટાફે હળદવદ પોલીસને જાણ કરી હતી.

- text

વધુમા મૃત્‍યુ પામનાર અનિલભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો તથા ખેતી કરી ગુજરાન ચલાવતો હતો. તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. આ ચારેય સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. મૃતકના સ્‍વજનોના જણાવ્યા મુજબ ગત તારીખ 2ના રોજ અનિલ વાડીએ હતા અને ફાકી ખાતા હતા ત્‍યારે તેમને પોતાના નાનકડા દિકરા પાસે પાણી મંગાવતાં માસૂમ દિકરાએ વાડીમાં રેઢા પડેલા ગ્‍લાસમાં પાણી ભરીને આપ્યું હતું, જો કે, આ ગ્‍લાસ દવાવાળો હોવાથી તે અજાણ હતો. મૃતલ અનિલભાઈ પણ ધ્‍યાન ફાકીમાં હોઇ ગ્‍લાસનું પાણી પી લીધુ હતું. બાદમાં ઉલ્‍ટીઓ થવા માંડતાં તેને સારવાર માટે રાજકોટ ખસેડાવામાં આવ્યા હતા જ્યાં ગત સાંજે દમ તોડી દીધો હતો.

- text