મોરબીના મકનસર ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

- text


16 ગામની ટીમો વચ્ચે યોજાયેલ ટુર્નામેન્ટમાં પાનેલી ગામની ટીમ વિજેતા બની

મોરબી : મોરબીના મકનસર ગામે આજુબાજુના જુદા જુદા ગામોની 16 ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં પાનેલી અને રફાળેશ્વર ગામની ટીમ ફાઇનલમાં આવેલી હતી જે બાદ પાનેલી ગામની ટીમ વિજેતા બની હતી.

મકનસર ગામે મનોજભાઈ ખાંભલા, મિલન બોપલિયા અને કેવલભાઈ ડી. સદાતીયા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાનેલી ગામની ટીમ વિજેતા બનતા ટ્રોફી અને ઈનામ આપવામાં આવેલ હતા. આ તકે મકનસર ગામના ઉપ સરપંચ બળવંતભાઈ જીંજુવાડીયા અને જગદીશભાઈ દેગામાં હાજર રહી વિજેતા ટીમના ખેલાડીઓને અને આયોજકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

- text

- text