મોરબીના જાંબુડીયા ગામ નજીક દેશીદારૂનો જથ્થો ભરેલી ઇકો કાર ઝડપાઇ

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં લેટીગ્રેસ સિરામીક સામેથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલ મારૂતી ઇકો કારને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા સહિત મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે તાલુકા પોલીસ સ્ટાફે આજે મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ, લેટીગ્રેસ સિરામીક સામેથી ૪૦૦ લીટર દેશી દારૂ ભરેલી સ્વીફટ કાર સહીત કિં.રૂ.૨,૦૮,૦૦૦ મુદામાલ ઝડપી લઈ આરોપીઓ પ્રવિણભાઇ દેવાભાઇ ઉઘરેજા (ઉ.વ. ૨૮. રહે. ધારાડુંગરી, તા.સાયલા, જી.સુરેન્દ્રનગર), નવઘણભાઇ કરમશીભાઈ ઉઘરેજા (રહે. ધારાડુંગરી, તા.સાયલા, જી.સુરેન્દ્રનગર)ની સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text