મોરબીની લીલાપર ચોકડી નજીક પેપરમિલમાં વહેલી સવારે આગ ભભૂકી 

- text


ત્રણ ફાયર ફાયટર સાથે ફાયર બ્રિગેડનો સ્ટાફ આગ બુઝાવવા કામે લાગ્યો 

મોરબી : મોરબી નજીક લીલાપર ચોકડી નજીક આવેલ પેપરમિલમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠતા મોરબી ફાયરબ્રિગેડના ત્રણ ફાયર ફાયટર સાથે તમામ ફાયર બ્રિગેડનો સ્ટાફ આગ બુઝાવવા કામે લાગ્યો છે. આગ વિકરાળ હોવાથી હજુ પણ સંપૂર્ણ પણે આગ ઓલવાતા ત્રણેક કલાકનો સમય લાગે તેમ હોવાનું ફાયર ઓફિસર જણાવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની સબજેલ અને લીલાપર ચોકડી વચ્ચે આવાસ યોજનાથી આગળ આવેલ પાર્થ પેપરમિલમાં આજે વહેલી સવારે 4.30 કલાકે આગ લાગી હોવાનો કોલ મોરબી ફાયરબ્રિગેડને મળતા ફાયર બ્રિગેડ ટીમે તુરંત જ ઘટનાસ્થળે દોડી જઈ મોરચો સંભાળી લીધો હતો.મોરબી ફાયર બ્રિગેડનો તમામ સ્ટાફ ત્રણ ફાયર ફાટરર સાથે આગને બુઝાવવા સતત પાણીનો મારો ચલાવી રહ્યો છે છતાં પણ હજુ સુધી આગ સંપૂર્ણપણે કાબુમાં આવી નથી.

પાર્થ પેપરમીલમાં આગ લાગવાની ઘટના અંગે ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હાલ આગ કંટ્રોલમાં આવી છે અને હજુ સંપૂર્ણ પણે આગ બુઝતા ત્રણેક કલાક જેટલો સમય લાગે તેમ છે, આગને કારણે પેપરમિલને લાખોનું નુકશાન થયાનો અંદાજ છે. જો કે હજુ આગ ક્યાં કારણોસર લાગી તેનું સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી અને ફાયર બ્રિગેડ સ્ટાફ હાલ આગને કંટ્રોલમાં કરી લીધી છે.

- text

- text