મોરબીમાં સોની સમાજનાં બહેનોની રંગોળી સ્પર્ધા યોજાઈ 

- text


મોરબી : શ્રીમાળી સોની યુવા સંગઠન SSYS દ્વારા સમસ્ત મોરબી સોની સમાજનાં બહેનો માટે રંગોળી સ્પર્ધાનું તેમજ સમાજના બાળકો માટે ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના બહોળી સંખ્યામાં બહેનો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

- text

આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે રૂપાબેન વડગામા, ભાગ્યશ્રી સમયાણીએ પોતાનું યોગદાન આપ્યું હતું. સમગ્ર આયોજન યુવા સંગઠન પ્રમુખ રૂપેશ રાણપરા તથા શ્રીમાળી સોની યુવા સંગઠનની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને સમાજના લોકોએ ભાગ લઈને કાર્યને બિરદાવ્યું હતું. જેમાં રંગોળી સ્પર્ધામાં વિજેતા પહેલો નંબર – રાધિકા રૂપેશભાઈ રાણપરા, બીજો નંબર – વિશ્રુતિ બ્રિજેશભાઈ રાણપરા, ત્રીજો નંબર – અંકિતાબેન ભાવેશભાઈ પાટડીયા, રંગોળી એટ્રેકશન – પ્રિયંકાબેન અમિતભાઈ પાટડીયા ચિત્રકામની સ્પર્ધામાં ૮ થી ૧૨ વર્ષની કેટેગરીમાં પહેલો નંબર – ધ્રુવ ભાવિકભાઈ પાટડીયા,બીજો નંબર – વેદાંતી દર્શનભાઇ રાણપરા, ત્રીજો નંબર – જિયાંશ સચિનભાઈ રાણપરા, જ્યારે ચિત્રકામ ૧૩ થી ૧૭ વર્ષની કેટેગરીમાં વિજેતા પહેલો નંબર – પ્રાચી કેતનભાઈ પાટડીયા,બીજો નંબર – ગૌરવી ચંદ્રેશભાઈ રાણપરા, ત્રીજો નંબર – આરવ પરિમલભાઇ રાણપરા વિજેતા બન્યા હતા. તમામ વિજેતાઓને ઉપસ્થિત સૌ લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.

 

- text