હળવદ ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવાયો

- text


જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

હળવદ : આજરોજ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી પરિણામો બાદ ભાજપનો ભગવો લહેરાતા હળવદ ભાજપ દ્વારા સરા નાકા ખાતે ફટાકડા ફોડી – મોહ મીઠા કરાવી અને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ તકે હાજર કાર્યકરોએ ઉત્સાહભેર “ભારત માતા કી જય , વંદે માતરમ્ ” ના નારા લગાવ્યા હતા અને આ ચૂંટણીના વિજયને જ્ઞાતિવાદની રાજનીતિને જાકારો આપ્યો હોવાનું જણાવી રાષ્ટ્રવાદની અને વિકાસની રાજનીતિને અપનાવી છે.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી , બિપીનભાઈ દવે , અજયભાઈ રાવલ , વિજયભાઈ જાની, કેતનભાઈ દવે, દાદાભાઈ ડાંગર, પ્રવિણભાઈ સોનગ્રા, ડૉ અનિલભાઈ પટેલ, તપનભાઈ દવે સહિત કાર્યકરો હજાર રહ્યા હતા અને ભવ્યાતિભવ્ય ઉજવણી કરી હતી.

- text

- text