મોરબીના અંબિકા રોડ ઉપર નાલામાં ખદબદતી ભયંકર ગંદકી,રહીશોનું સ્વાસ્થ્ય કથળ્યું

- text


લાંબા સમયથી ગંદકી હોવાથી સ્થાનિકોનું આરોગ્ય જોખમાયું, અનેક રજુઆત કરવા છતાં તંત્ર દાદ ન આપતું હોવાની રાવ

મોરબી : મોરબીના માધાપર વિસ્તારથી આગળ આવેલ અંબિકા રોડ ઉપર સોમૈયા સોસાયટીની બહાર નીકળતી જગ્યાએ આવેલ નાલુ માથું ભમી જાય તે હદે ગંદકી ખદબદી રહી છે. આ ભયંકર ગંદકીને કારણે સ્થાનિકોનું આરોગ્ય જોખમાયું છે. આ ગંદકીને કારણે આસપાસના રહીશોને અહીં રહેવું મુશ્કેલ બન્યું છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.

અંબિકા રોડ ઉપર આવેલા વિસ્તારમાં રહેતા સબુસ્તાબેન પઠાણે જણાવ્યું હતું કે, તેમના વિસ્તાર અંબિકા રોડ ઉપર આવેલું નાલુ ગંદકીનું ઘર બની ગયું છે. આ નાલામાં કચરાના ડુંગર ખડકાયા છે. જેના કારણે નાલામાં એક તો ગંદા પાણી હોય અને ઉપરથી કચરો ઠલવાતો હોવાથી ગંદકી બેહદ રીતે ફેલાય રહી છે. આ ગંદકીને કારણે મચ્છરોનું ભારે આક્રમણ રહેતુ હોવાથી આસપાસ વિસ્તારોના ઘણા લોકો વિવિધ રોગોના ભોગ બન્યા છે. આ ગંદકી મામલે નગરપાલિકામાં રજુઆત કરી-કરીને થાકી ગયા પણ તંત્ર આજદિન સુધી આ નાલામાં કચરાની સફાઈ કરવા ડોકાયું નથી. તેથી ગંદકીને કારણે રોગચાળો બહુ જ ફેલાય છે. તેમજ આ નાલામાં ચોમાસા દરમિયાન ખરાબ હાલત થતા અનેક બાઇક ચાલકો તેમાં ખબકયા હતા અને અબોલ પશુઓ પણ પડી જાય છે. આથી આ ગંભીર સમસ્યા હલ કરવા તંત્ર કોઈ ઠોસ કદમ ઉઠાવે તેવી તેઓએ માંગણી કરી છે.

- text

- text