ટંકારામા બે દિવસ પહેલા બનેલા હિટ એન્ડ રન કેસમાં વૃદ્ધનું મૃત્યુ

- text


ટંકારા : ટંકારામાં રહેતાં રમેશચંદ્ર અંબાલાલ મણીયાર ઉ.73નામના વૃદ્ધ ગત તા.21ના રાત્રીના સમયે પોતાની દૂકાનેથી બાઇક લઈને ઘર તરફ જતાં હતાં ત્‍યારે ગેલેક્‍સી કોટન નજીક અજાણ્‍યા કાર ચાલકે ઠોકરે ચડાવી નાસી જતાં ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ ટંકારા બાદ રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.જ્યાં આજે વહેલી સવારે દમ તોડી દીધો હતો. તેઓ એક બહેનથી નાના હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. બનાવ અંગે રાજકોટ પોલીસે ટંકારા પોલીસને જાણ કરી છે.

- text

- text