હળવદમાં ડૉ. આંબેડકર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

- text


હળવદ : હળવદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્પોર્ટ્સ કલબ-હળવદ દ્વારા ડૉ. આંબેડકર પ્રીમિયર લીગ-૨૦૨૩(APL-3) ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું, આ ટુર્નામેન્ટમાં કુલ નવ(૯) ટીમોએ ભાગ લીધેલ હતો.ત્રણદિવસ ચાલી હતી.

ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતનાં અલગ-અલગ જિલ્લાઓમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં “સિમ્બોલ ઓફ નોલેજ” તથા “આંબેડકર ઇલેવન-કોયબા” ની વચ્ચે ફાઇનલ મેચ રમાય હતી. આંબેડકર ઇલેવન કોયબા ની ટીમ ૩૮ રનથી વિજેતા બની હતી. જેના ઓનર તથા કેપ્ટન લલિતભાઈ સોલંકીને આયોજકો દ્રારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. તથા સિમ્બોલ ઓફ નોલેજ ટીમ રનર્સ-અપ રહી હતી, જેના ઓનર તથા કેપ્ટન દિનેશભાઈ પરમારને આયોજકો દ્રારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી,આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટ્સ મેન,બેસ્ટ બોલર,બેસ્ટ ફિલ્ડર,મેન ઓફ ધ મેચની અલગ અલગ ટ્રોફી આપીને ખેલાડીયોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટને સફળ બનાવામાં માટે ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્પોર્ટ્સ કલબ-હળવદના સભ્ય દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text

- text