મોરબીના રાજપર ગામે કાર હડફેટે એક્ટિવા ચાલક યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના નસીતપર ગામથી રાજપર ગામ આવતા માર્ગ ઉપર કાર ચાલકે એક્ટિવા સાથે અકસ્માત સર્જતાં એક્ટિવા ચાલક યુવાનને બ્રેઇન હેમરેજ થતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.8 નવેમ્બરના રોજ મોરબીના રાજપર ગામે રહેતો ભાવિન જીવાભાઈ ગરચર નામનો યુવાન પોતાનું નંબર વગરનું એક્ટિવા લઈને નસીતપર તરફથી રાજપર ગામ તરફ આવતો હતો ત્યારે જીજે – 36 – બી – 5655 નંબરની કારના ચાલકે ભાવિનના એકટિવા સાથે અકસ્માત સર્જતાં ભાવિનને માથાના ભાગે બ્રેઇન હેમરેજ થતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા.10 નવેમ્બરના રોજ ભાવિનનું મૃત્યુ નિપજ્યું હતી. આ ઘટના બાદ કુટુંબીજનો અંતિમવિધિમાં રોકાયેલા હોય ગઈકાલે મૃતકના કાકા રમેશભાઈ બાબુભાઇ ગરચર રહે.રાજપર ગામ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text

- text