મોરબીના ઇન્દિરાનગરમાં હુમલા ઘવાયેલા સગીરનું મૃત્યુ, બનાવ હત્યામાં પલટાયો  

- text


અગાઉ ઝઘડો થતા સલામતી માટે ઘરે સીસીટીવી લગાડનાર વૃધ્ધ – વૃધ્ધા અને પૌત્રો ઉપર નવ શખ્સોએ કરેલા હિંસક હુમલામાં ઘવાયેલા કિશોરે રાજકોટમાં દમ તોડ્યો

મોરબી : મોરબીના શનાળા નજીક આવેલ ઇન્દિરા આવાસમાં આગાઉ ઝઘડો થયો હોય પોતાની સલામતી માટે ઘરમાં સીસીટીવી લગાડનાર વૃદ્ધ, વૃદ્ધા અને તેમના બે પૌત્ર ઉપર નવ શખ્સોએ કરેલા હુમલામાં ઘવાયેલ સગીરનું આજે રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે.

મોરબીના શનાળા નજીક ઇન્દિરા આવાસમાં રહેતા બાબુભાઇ આંબભાઈ સોલંકીના પૌત્રોને અગાઉ પડોશમાં રહેતા આરોપી મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલા સાથે ઝઘડો થયો હોય પોતાના ઘેર સીસી ટીવી કેમેરા લગાવ્યા હોવાથી આરોપીઓને સારું નહિ લાગતા મહિપત સહિતના નવ આરોપીઓએ ઘાતક હથિયાર ધારણ કરી બાબુભાઈના ઘરમા ઘુસી હુમલો કરી ઘરમાં રહેલું ટીવી તોડી નાખી બાબુભાઈના પત્ની દેવુબેન, પૌત્ર નીતિન મહેશ સોલંકી તેમજ રાહુલ મહેશ સોલંકી (ઉ.17)ને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા રાહુલને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન આજે સાંજે રાહુલે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે અને સોલંકી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

- text

અગાઉ આ બનાવ અંગે ઇન્દિરા આવાસમાં રહેતા બાબુભાઇ આંબાભાઇ સોલંકીએ આરોપી મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલા, પ્રેમજીભાઇ છગનભાઇ વાઘેલા, અશ્વીન રવજીભાઇ વાઘેલા, પંકજ પ્રેમજીભાઇ વાઘેલા, નિતીન ઉર્ફે લાલો ધનજીભાઇ સોલંકી, મનોજ ધનજીભાઇ સોલંકી, પ્રેમજીભાઇ છગનભાઇ વાઘેલા, ગોવીંદ મનસુખભાઇ વાઘેલા, મયુર કાંતીભાઇ વાઘેલા તથા માનવ બચુભાઇ સોલંકી રહે. બધા ઇન્દીરાવાસ શકત શનાળા ગામ વાળાઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે બનાવ હત્યામાં પલટાતા મોરબી પોલીસ દોડતી થઈ છે.

- text