મિતાણા ગામે બેકાબુ કાર હડફેટે વૃદ્ધનું મૃત્યુ

- text


ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના મિતાણા ગામે બેકાબુ કાર ચાલકે પગપાળા જતા વૃદ્ધને હડફેટે લઈ મૃત્યુ નિપજાવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.16ના રોજ મોરબી – રાજકોટ હાઇવે ઉપર મિતાણા ગામના ઝાપા પાસે પગપાળા જઈ રહેલા ભગુભાઈ ગોગરા નામના વૃદ્ધને પુરપાટ ઝડપે બેકાબુ બનીને આવતી જીજે – 01 – આરએક્સ – 2064 નંબરની આઇટેન કારના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા ભગુભાઈનું મૃત્યુ નિપજતા મૃતકના પુત્ર વિક્રમભાઈ ભગુભાઈ ગોગરાએ ટંકારા પોલીસ મથકમાં આરોપી કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

- text