ઘોડાધ્રોઈ નદીમાં કપડા ધોવા જતા મહિલાનું મૃત્યુ

- text


મોરબી : માળીયા તાલુકાના માણાબા ગામે દિવાળીના સપરમાં દિવસોમાં જ નદીએ કપડા ધોવા ગયેલ ખેત મજૂર મહિલા લપસીને નદીના પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના માણાબા ગામની સીમમાં અક્ષયભાઈ ખીમજીભાઈ ચારોલાની વાડીએ રહી ખેત મજૂરી કરતા દિતુબેન કાનાભાઈ સંધાર ગઈકાલે ઘોડાધ્રોઈ નદીએ કપડા ધોવા ગયા ત્યારે અકસ્માતે પગ લપસી જતા પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text