વેપારીઓ દ્વારા દીવાળીના દિવસે ચોપડા પૂજન કરીને વર્ષ દરમિયાન થયેલા લાભનો આભાર માનવાની પરંપરા

- text


મોરબી : ગુજરાતમાં દિવાળી એટલે વર્ષનો છેલ્લો દિવસ. આ દિવસે ગુજરાતના વેપારીઓ માટે ખૂબ મહત્વનો હોય છે. ગુજરાતનો દરેક નાનામાં નાના કારખાનાથી માંડીને મોટામાં મોટી કંપનીનો માલિક આ દિવસે સારું મુર્હુત જોઈને તેના હિસાબના ચોપડાની પૂજા કરે છે.

અગાઉના સમયમાં તો વેપારીઓ તેમના નામાના પારંપરિત લાલ ચોપડાની પૂજા કરતા હતા. જે હજુ પણ જોવા મળે છે. પરંતુ હાલના કમ્પ્યુટરના જમાનામાં અમુક વેપારીઓએ લાલ ચોપડાનું સ્થાન લેપટોપને આપી દીધું છે. છતાં પણ પૂજાનો ભાવ તો પહેલાના જેવો પવિત્ર જ રહ્યો છે.

દિવાળીના દિવસે વેપારીઓ તેમના સારું મુર્હુત જોઈને ધંધાના ચોપડાનું પૂજન કરીને આખા વર્ષ દરમિયાન થયેલા લાભનો આભાર માને છે. ત્યારબાદ નવા વર્ષે એટલે કે કારતક સુદ એકમે અથવા લાભ પાંચમના દિવસથી પોતાનો રાબેતા મુજબનો ધંધો શરુ કરે છે.

આ સાથે દિવાળી એ લણણીની મોસમ પૂરી થયાનું સૂચવે છે. ખેડૂતો વીતેલા વર્ષના અઢળક પાક માટે આભાર માને છે અને આગામી વર્ષમાં સારા પાક માટે પ્રાર્થના કરે છે. પરંપરાગત રીતે આ પ્રસંગે કૃષિ ચક્ર આધારિત વેપારીઓ માટે શિયાળાની પહેલા ખાતા બંધ કરવાનો સમય છે.

ઉલ્લેખનીય છે કે લક્ષ્મીની પૂજા સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે અને આગામી વર્ષ સારું જાય તે માટે તેમના આશીર્વાદ માગવામાં આવે છે.

- text

- text