મોરબી સરસ્વતી શિશુમંદિર ખાતે દિવાળી અંતર્ગત વિવિધ પ્રતિયોગીતા યોજાઈ

- text


મોરબી : સરસ્વતી શિશુ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રતિયોગિતા યોજાઈ હતી. તેમજ વિજેતાઓને પુરસ્કૃત પણ કરાયા હતા.

મોરબી સરસ્વતી શિશુમંદિરમાં દિવાળી નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ. જેમાં વાલીઓ માટે વક્તૃત્વ પ્રતિયોગિતા, વિદ્યાર્થીઓ માટે રંગોળી પ્રતિયોગિતા, વેસ્ટમાંથી બેસ્ટ પ્રતિયોગિતા અને શુભેચ્છા કાર્ડ પ્રતિયોગિતા વગેરે સ્પર્ધા યોજાઈ હતી. અને અતિ ઉત્તમ, ઉત્તમ અને મધ્યમ એમ શ્રેણી પ્રમાણે બધા પ્રતિયોગિઓને પ્રમાણપત્ર આપી પુરસ્કૃત પણ કરાયા હતા.

- text

- text