હથોડા ફેંક સ્પર્ધામાં મોરબી મહેન્દ્રનગરની દીકરીએ બ્રોન્ઝ મેડલ જીત્યો

- text


મોરબી : મૂળ દ્વારકા જિલ્લાના ખીરસરા ગામના વતની અને હાલ મોરબીના મહેન્દ્રનગરની ધર્મેન્દ્ર હાઈટ્સમાં રહેતા ખેડૂત દિલીપભાઈ સગરની દીકરીએ નેશનલ લેવલની હથોડા ફેંક સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

મિતલબેન સોલંકીએ ચંદીગઢમાં યોજાયેલી નેશનલ ઓપન અંડર-23 એથ્લેટિક ચેમ્પિયનશિપમાં હથોડા ફેંકમાં બ્રોન્ઝ મેડલ મેળવી રામદેવજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. આ સિદ્ધિ મેળવીને મિતલબેન સોલંકીએ મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

- text

- text