મોરબીમાં ભત્રીજીના પ્રેમ સંબંધ મામલે કાકાને ત્રણ શખ્સોએ માર માર્યો

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર ભત્રીજીના પ્રેમ સંબંધ મામલે ત્રણ શખ્સોએ કાકા તેમજ ભત્રીજીને માર મારતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડીરોડ ઉપર ક્રિષ્નાપાર્કમાં દરગાહ નજીક રહેતા ફરિયાદી શકિલભાઈ સબીરભાઈ બ્લોચને આરોપી નિજામભાઈ નુરુભાઈ મકરાણી, મહમદ નૂરૂભાઈ મકરાણી અને આદિલ અબ્દુલભાઇ નામના ત્રણ શખ્સોએ ભત્રીજીના પ્રેમ સંબંધ અંગે વાત કરવી છે કહી ગાલ ઉપર ધારીયું મારી દીધું હતું અને આ ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલ શકિલભાઈની ભત્રીજી મદીનાને પણ આરોપીઓએ લોખંડનો પાઇપ ઝીકી દઈ ઇજાઓ પહોંચાડતા ત્રણેય આરોપી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text