વાંકાનેરની ઘીયાવડ પ્રાથમીક શાળામાં દિવાળી પર્વની ઉજવણી

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાની ઘીયાવડ પ્રાથમીક શાળા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર્વની વિવધ સ્પર્ધાઓ યોજી ઉજવણી કરવામાં આવી હતી.

દિવાળી પર્વ નિમિત્તે ઘીયાવડ શાળામાં ધોરણ BV થી 8ના બાળકો માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સાથે જ પ્રજ્ઞા અને બાળવાટિકા વર્ગના બાળકો માટે “રંગપુરણી ચિત્રકામ સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ઉપરાંત શાળાની બધી કન્યાઓ માટે દાતાઓના સહયોગથી, નિરાલિબેન લાખનોતરા અને મીરલબેન કોટકના પ્રયત્નોથી ડ્રેસની ભેટ મેળવવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી. તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવેલ છે.

- text

- text