મોટીબરારની રત્નમણિ પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઈ

- text


માળિયા : માળીયા તાલુકાના મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવાર નિમિત્તે શાળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના ધોરણ 3 થી 8 ના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સુંદર રંગોળીઓ બનાવી હતી. આ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. આ તકે શાળાના આચાર્ય અનિલ બદ્રકિયા અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

- text

- text