મોરબીના નાગડાવાસ ગામના પાટીયેથી ગેસ કાઢવાનું કૌભાંડ ઝડપાયું

- text


મોરબી તાલુકા પોલીસે ગેસ ટેન્કરમાંથી ગેસ કાઢતી વખતે દરોડો પાડતા આરોપીઓ નાસી ગયા, 28 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે

મોરબી : મોરબી તાલુકા પોલીસે નાગડાવાસ ગામના પાટિયા નજીક હોટલના ગ્રાઉન્ડમાં દરોડો પાડી ગેસ ટેન્કરમાંથી ગેસ કાઢવાનું કારસ્તાન ઝડપી લીધું હતું, જો કે દરોડા દરમિયાન આરોપીઓ નાસી જતા ટેન્કર, બોલેરો ગાડી સહિત 28 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબ્જે લઈ વાહન નંબરના આધારે ગુન્હો નોંધ્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે માલાણી હાઇવે હોટલના ગ્રાઉન્ડમાં ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ગેસ કાઢવાની પ્રવૃતિ ચાલુ હોવાની બાતમીને આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ વી.જી.જેઠવા અને સર્વેલન્સ સ્ટાફે રેઇડ કરતા માલાણી હાઇવે હોટલના ગ્રાઉન્ડમાં એક ટેન્કર તથા તેની બાજુમાં એક બોલેરો કાર પડેલ હોય અને તેમાં ગેસના બાટલા ભરેલ હોય જેથી આજુબાજુમાં તપાસ કરતા કોઇ હાજર મળી આવેલ નહી અને ગેસના ટેન્કર નંબર KA-01-AM-9921માંથી રબ્બરની બંને બાજુ વાલ્વ વાળી પાઇપ મારફતે ગેસના ત્રણ સિલીન્ડરોમાં ગેસ કાઢતા હોવાનુ જણાતા બોલેરો ગાડી, 55 ગેસના બાટલા તેમજ ટેન્કર સહિત કુલ રૂપિયા 28,05,406નો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો દાખલ કર્યો હતો.

- text

આ સફળ કામગીરી મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા, પીએસઆઇ વી.જી.જેઠવા, એ.એસ.આઇ જયદેવસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સટેબલ દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, હરેશભાઇ આગલ, પોલીસ કોન્સટેબલ ફતેસંગ પરમાર, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા ભગીરથભાઇ લોખીલ, કેતનભાઇ અજાણા, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, કુલદિપભાઇ કાનગડ, દિપસિંહ ચૌહાણ અને યશવંતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલ હતી.

- text