મોરબીના લાલપરમાં નશીલા આર્યુવેદિક શીર૫નો જંગી જથ્થો ઝડપાયો

- text


મોરબી : મોરબી જિલ્લા હમણાંથી પોલીસ દ્વારા આર્યુવેદીક શિરપના નામે નશીલા દ્રવ્યોનો કાળો કારોબાર કરનારા ઉપર તવાઈ ઉતારવામાં આવી રહી છે. ત્યારે વધુ એક દરોડામાં મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં પટેલ ગેસ્ટ હાઉસની પાછળ આવેલ ગોડાઉનમાંથી ગેરકાયદેસર નશીલા આર્યુવેદિક શીર૫નો જંગી જથ્થો ઝડપી લીધો હતો.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ, દિવ્યરાજસિંહ જાડેજાને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના લાલપર ગામની સીમ ગોપાલ હાર્ડવેર પાછળ પટેલ ગેસ્ટ હાઉસની પાછળ આવેલ ગોડાઉનમાંથી ગેરકાયદે નશીલી આર્યુવેદીક શીરપની બોટલ નંગ-૪૭૦ કિ.રૂ.૬,૨૮,૪૦૦ નો મુદ્દામાલ મળી આવતા શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આરોપી કલ્પેશભાઇ અશ્વિનભાઇ કોટેયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ સફળ કામગીરી મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા, પીએસઆઇ વી.જી.જેઠવા, એ.એસ.આઇ જયદેવસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સટેબલ દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, હરેશભાઇ આગલ, પોલીસ કોન્સટેબલ ફતેસંગ પરમાર, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા ભગીરથભાઇ લોખીલ, કેતનભાઇ અજાણા, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, કુલદિપભાઇ કાનગડ, દિપસિંહ ચૌહાણ અને યશવંતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલ હતી.

- text