આવતીકાલે મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં યજ્ઞ કંઠસ્થિકરણ અભિયાન યોજાશે

- text


મોરબી : મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં વિદ્યાર્થીઓને યજ્ઞનું મહત્વ સમજાય તે હેતુથી યજ્ઞ કંઠસ્થિકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. 8 નવેમ્બરને સવારે 7:30 કલાકે યજ્ઞ યોજવામાં આવશે.

આ યજ્ઞમાં સાર્થક વિદ્યામંદિરના જે વિદ્યાર્થીઓનો નવેમ્બર માસમાં જન્મદિવસ આવતો હશે તે તમામ યજ્ઞમાં બેસશે. તેમજ શાળાના 135 વિદ્યાર્થીઓએ યજ્ઞ કંઠસ્થ કર્યો છે તેઓ પણ આ યજ્ઞમાં જોડાશે. આ યજ્ઞમાં આર્યસમાજ મોરબીના પંડીત ધર્મ વીરજી યજ્ઞ શા માટે કરવો જોઈએ? યજ્ઞની સાચી રીત તેમજ યજ્ઞ વિશેની ઉત્તમ માહિતી આપશે. સાર્થક વિદ્યામંદિરમાં ડિસેમ્બરથી દૈનિક યજ્ઞ થવાનો છે જે અંતર્ગત આ પ્રારંભિક ઉદ્ધાટન યજ્ઞ છે. ત્યારે શાળા સમયથી જ વિદ્યાર્થીઓને આપણી પ્રાચીન સંસ્કૃતિ જ્ઞાન પ્રાપ્ત થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

- text

- text