મોરબીની બજારોમાં દિવાળીની ખરીદીનો માહોલ 

- text


બજારોમાં કપડાં, ઘર સજાવટ અને દેવી દેવતાઓની સુશોભિતની વસ્તુઓ, ઇલેકટ્રોનિક સહિતની ખરીદી

મોરબી : મોરબીમાં તહેવારોના મહારાજા ગણાતા તેમજ અંધકાર પર પ્રકાશના વિજય તરીકે મનાવતા દીપોત્સવી પર્વનો અનેરો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. દિવાળી ઉપર શોપિંગનું અનેરું મહત્વ હોય ત્યારે દિવાળી નજીક હોવા છતાં બમ્પર ખરીદી જામી નથી. પણ દરેક પ્રકારની વસ્તુઓમાં હવે ધીરે-ધીરે ખરીદી જામી રહી છે, દિવાળીના પાંચેક દિવસ અગાઉ બજારોમાં ધૂમ ખરીદી નીકળશે એવી વેપારીઓને આશા છે.

મોરબીમાં દિવાળી પર્વ નજીક આવી રહ્યું હોવાથી દરેકના હૈયા હરખથી પુલકિત થઈ ગયા છે. દિવાળી પર્વ જીવનમાં વ્યાપેલો તમામ અંધકાર નષ્ટ કરીને પ્રકાશ રૂપે નવી આશા ચેતના અને હકારાત્મક રીતે જીવન જીવવાનો ઉમગનો રંગ ભરી દેતું તમામ લોકો મોંઘવારીનો માર સહિત તમામ દુઃખ દર્દ ભૂલીને દિવાળી અને નૂતન વર્ષની ઉમંગ ઉલ્લાસથી ઉજવણી કરવાની તૈયારીમાં લાગી ગયા છે. આથી લોકો ઓફિસો, શોરુમ ઘરોની સાફ સફાઈ કરીને રંગરોગાન કરી ઘરની સજાવટ કરવા માંડી પડ્યા છે.

જો કે હજુ દિવાળીની જોઈએ તેવી ખરીદી નીકળી નથી. પણ બજારોમાં ધીરે-ધીરે ભીડ ઉમટી રહી છે. બુધવારથી દીપાવલી પર્વની શૃંખલા શરૂ થઈ રહી હોવાથી દરેક ઘરના આંગણે કલાત્મક અને મનમોહક રંગોળી બનાવવા માટે વિવિધ જાતના કલરો અને ઘરને સુશોભિત કરતા તોરણ, આસોપાલવ, ફૂલ સહિતની ઘર સજાવટની વસ્તુઓ, કપડાં, ઘરેણાં, ઇલેકટ્રોનિક આઇટમો, બુટ, ચંપલ તેમજ દેવી દેવતા માટે વૈવિધ્યસભર હાર સહિતની ડેકોરેટિવ વસ્તુઓની થોડી ઘણી ખરીદી નીકળી છે.

નહેરુ ગેઇટ ચોકમાં ભવ્ય મંડપો નાખી જુદી-જુદી ચીજ વસ્તુઓના સ્ટોલ નંખાયા હોય બજારોમાં ધીરે ધીરે લોકો ઉમટી રહ્યા છે. વેપારીઓ પણ દરેક વસ્તુઓ ઉપર ડિસ્કાઉન્ટની સહિતની ઓફરોનો અમલ કરીને દિવાળીમાં વધુ નફો થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે.

- text

- text