મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં સાઈબર ક્રાઈમ જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે મોરબી જીલ્લા પોલીસ દ્વારા સાઈબર ક્રાઈમ જાગૃત્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ જાગૃતિ કાર્યક્રમમાં મોરબી શહેર બી ડિવિઝનના પી.આઈ.પી.એ. દેકાવાડીયાએ સાયબર ક્રાઇમ સંદર્ભે તજજ્ઞ વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેમણે સાઇબર ક્રાઇમ એટલે ખાસ કરીને મોબાઈલ જેવા માધ્યમોમાં ઇન્ટરનેટ દ્વારા થતા ગુના એવી સામાન્ય સમજ આપી સાયબર ક્રાઇમ અંતર્ગત થતા છેતરપિંડી, લાલચ, બ્લેકમેલ વગેરેની વિગતે સમજ આપી હતી તેમજ ખાસ કરીને આ ગુનાઓથી બચવા શું કરવું જોઈએ તેની પણ સમજૂતી આપી હતી. આ માટે સતર્કતા અને ખાસ કરીને મોબાઈલ પર ઓછામાં ઓછી એપના ઉપયોગ ઉપર ભાર મુક્યો હતો. આ તકે જિલ્લા પોલીસ નિરીક્ષક રાહુલ ત્રિપાઠીએ કેટલાક ઉદાહરણો આપીને સાયબર ક્રાઇમ વર્તમાનમાં કઈ રીતે થઈ રહ્યો છે અને તેનાથી બચવા શું શું કરી શકાય તેમ છે તેની વિગતે સમજૂતી આપી હતી. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના પ્રારંભે પ્રિન્સિપાલ કે. આર. દંગીએ મહેમાનોનું સ્વાગત કર્યુ હતું. સંસ્થાના માનાર્હ મંત્રી રજનીભાઈ મહેતા તથા ટ્રસ્ટી દેવાંગભાઈ દોશી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. રામ વારોતરીયાએ કર્યું હતું.

- text

- text