વેલડન : 17 ખોવાયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકોને પરત આપતી બી ડિવિઝન પોલીસ

- text


મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે શહેરમાંથી ખોવાયેલ 17 જેટલા મોબાઈલ શોધી કાઢી તેને મૂળ માલિકોને પરત આપી દીધા છે. જે બદલ તેઓએ પોલીસ ટીમનો આભાર પણ માન્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ટીમે ટેકનીકલ વર્ક આઉટ કરી જહેમત ઉઠાવી 17 જેટલા મોબાઈલ જેની કિંમત આશરે 2.89 લાખ થાય છે. આ મોબાઇલો શોધી કાઢી, મૂળ માલિકોને એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર સાર્થક કરેલ છે.

- text

આ કામગીરીમાં એ.એસ.આઇ. મદારસિંહ મોરી, પો.હેડ.કોન્સ બી.આર.ખટાણા, નરેન્દ્રભારથી મહેંદ્રભારથી, વિજયભાઇ મુળુભાઇ, ચંદ્રસિંહ કનુભાઇ, કોન્સ્ટેબલ ભરતભાઇ આપાભાઇ, કલ્પેશભાઇ અમરશીભાઇ, બ્રિજેશભાઇ જેસંગભાઇ, રમેશભાઇ રાયધનભાઇ, પ્રદિપસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, કિર્તીસિંહ બહાદુરસિંહ, શક્તિસિંહ કિશોરસિંહ, યોગેશદાન ગઢવી સહિતના રોકાયેલ હતા.

- text