તહેવારમાં ફરવા જાવ તો ઘર બરાબર લોક કરજો : તકેદારી માટે સૂચન કરતી મોરબી પોલીસ

- text


સીટી એ ડિવિઝન પોલીસે માર્ગદર્શિકા જાહેર કરી

મોરબી : દિવાળીનો તહેવાર નજીક આવી ગયો છે. દિવાળીના વેકેશનમાં ઘણા લોકો પરિવાર સાથે બહાર ફરવા જતાં હોય છે. ત્યારે ઘણી વખત બંધ ઘરમાં ચોરીના બનાવો બનતા હોય છે. ત્યારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા મોરબીવાસીઓને કેટલાક મહત્વના સૂચનો ધ્યાને લેવા જણાવ્યું છે.

મોરબી પોલીસના જણાવ્યા પ્રમાણે તહેવારમાં બહાર ફરવા જતી વખતે ઘર વ્યવસ્થિત લોક કરીને જવું, ઘરમાં દાગીના કે કોઈ કિંમતી ચીજવસ્તુઓ રાખવી નહીં, કિંમતી વસ્તુઓ સુરક્ષિત જગ્યાએ લોકરમાં રાખવી, ઘરના સીસીટીવી કેમેરા ચાલે છે કે નહીં તેની ચકાસણી કરી લેવી અને વધુ સમય સુધી બહાર જવાના હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં અવશ્ય જાણ કરી દેવા જણાવાયું છે. કોઈપણ અનિચ્છનિય બનાવ બને તો પોલીસ ટોલ ફ્રી નં- 100, 112 કે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ફોન નં- 02822-230188 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text