વાંકાનેરમાં સારવારમાં બેદરકારી કરનાર તબીબ સામે કાર્યવાહી કરવા માંગ

- text


મોરબી જિલ્લા ચુવાળીયા ઠાકોર કોળી સમાજના આગેવાનોએ કલેકટરને આવેદન આપ્યું

વાંકાનેર : વાંકાનેરમા મહિલાની સારવારમા ખાનગી હોસ્પિટલના તબીબે ગંભીર બેદરકારી દાખવી પરિવારની મંજુરી વગર ઓપરેશન કરી તેણીનો જીવ જોખમમાં મુક્યાના આક્ષેપ સાથે મોરબી જિલ્લા ચુવાળીયા ઠાકોર કોળી સમાજના આગેવાનોએ કલેકટરને આવેદન આપી આ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મોરબી જિલ્લા ચુવાળીયા ઠાકોર કોળી સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલા સહિતના આગેવાનોએ કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, તેમના પરિવારની દીકરી કનુબેન મહેશભાઈ બાબરીયાને થોડા સમય પહેલા પેટમાં દુખાવો ઉપડતા વાંકાનેરની શ્રદ્ધા હોસ્પિટલમાં દાખલ કરી હતી. પણ આ હોસ્પિટલના ડોક્ટરે પરિવારની મંજુરી વગર આ મહિલાનું ઓપરેશન કરી શ્વાસનો પ્રોબ્લમ હોવાનું કહીને એમ્બ્યુલન્સ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. પણ આ મહિલાનો શ્વાસ ત્યાંજ ચાલતો ન હોવાની પરિવારજનોએ શંકા વ્યક્ત કરી હતી અને 20 દિવસ આસપાસ કસુંવાવડ થઈ હોય કોથળી સાફ કરાવ્યા છતાં ઓપરેશન કરી નાખ્યું હતું. આ હોસ્પિટલમાં જ ગંભીર ઘટના બની હોવાથી આ મામલે યોગ્ય તપાસ કરીને ડોકટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

- text