ટંકારાના મિતાણા ગામે 984 બોટલ દારૂ ભરેલી બોલેરો રેઢી મળી 

- text


ટંકારા પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ તેમજ બોલેરો સહિત રૂપિયા 4,66,400નો મુદ્દામાલ કબ્જે કર્યો

ટંકારા : ટંકારા પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ટંકારા તાલુકાના મિતાણા ગામે પાણીના સંપ નજીકથી રેઢી પડેલી શંકાસ્પદ બોલેરો કારમાંથી વિદેશી દારૂની 984 બોટલ દારૂ જપ્ત કરી કુલ રૂપિયા 4,66,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન બોલરો ચાલક હાથ લાગ્યો ન હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રીના ટંકારા પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ટંકારા તાલુકાના મિતાણા ગામે પાણીના સંપ નજીકથી રેઢી પડેલી શંકાસ્પદ બોલેરો કાર ચેક કરતા તાલપત્રી નીચે છુપાવવામાં આવેલ વિદેશી દારૂની 984 બોટલ દારૂ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ બોલેરો ગાડી જપ્ત કરી કુલ રૂપિયા 4,66,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા સમયે બોલેરો ચાલક હાજર નહિ મળી આવતા પોલીસે બોલરો ગાડીના નંબરને આધારે માલિક વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text