મારો લ્યો ધુબાકા ! હવે વિઝા વગર થાઈલેન્ડ જઈ શકાશે 

- text


આ વર્ષે 12 લાખ જેટલા ભારતીયોએ થાઈલેન્ડની મુસાફરી કરી

મોરબી : સસ્તું ભાંડુને સિદ્ધપુરની જાત્રા ઉક્તિની જેમ ભારતીયો ફરવા માટે મોટી સંખ્યામાં થાઈલેન્ડ જતા હોય થાઈલેન્ડની સરકારે ભારતીય નાગરિકોને વિઝામાં છૂટ આપી છે. ભારતીય મુસાફરોને આકર્ષવા માટે વિઝા નિયમોમાં રાહત આપી છે જેથી ભારતીય નાગરિકો હવે વિઝા વગર થાઈલેન્ડમાં 30 દિવસ સુધી રોકાઈ યાત્રા કરી શકશે.

થાઈલેન્ડના ટૂરિઝમ ઓથોરિટીના ડિરેક્ટર સિરિગેસ-એ-નોંગે દિલ્હીમાં પોતાના કાર્યાલય પર મંગળવારના રોજ જાણકારી આપતા જણાવ્યું કે, ભારતીય નાગરિકો 10 નવેમ્બર 2023થી 10 મે 2024 સુધી વિઝા વગર થાઈલેન્ડની યાત્રા કરી શકશે એક વિઝા પર એક વ્યક્તિ 30 દિવસ સુધી થાઈલેન્ડમાં રહી શકશે.થાઈલેન્ડ સરકાર દ્વારા 6 મહિના સુધી વિઝામાં રાહત આપવામાં આવી છે.

- text

થાઈલેન્ડ સરકારે ભારતની સાથે સાથે તાઈવાનના મુસાફરો માટે પણ થાઈલેન્ડના વિઝાની જરૂરત ખતમ કરી દીધી છે. આ વર્ષે થાઈલેન્ડમાં મલેશિયા, ચીન અને દક્ષિણ કોરિયા બાદ ભારત ચોથો સૌથી મોટો સોર્સ માર્કેટ બનીને સામે આવ્યો છે. આ વર્ષે લગભગ 12 લાખ ભારતીયોએ થાઈલેન્ડની મુસાફરી કરી છે.

- text