ઝીકિયાળી શાળાના આચાર્યને અંજુ-નરશી પારિતોષિક એનાયત થયો

- text


મોરબી : મોરબી જીલ્લાની ઝીકિયાળી પ્રાથમિક શાળાના આચાર્ય અને બાળસાહિત્યકાર પ્રકાશ કુબાવતના બાળવાર્તા સંગ્રહ ‘પરિરાણીનાં દેશમાં’ ને બાળસાહિત્ય ક્ષેત્રનો પ્રતિષ્ઠિત અંજુ-નરશી પારિતોષિક એનાયત કરવામાં આવ્યો છે.

યશવંત મહેતાએ જેને બાળસાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ કહ્યો છે એ અંજુ-નરશી પારિતોષિક વિતરણ સમારંભ ગત તા.૩૧ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ કુંડળધામ, તા. બરવાળા, જિ-બોટાદ ખાતે અક્ષર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, બોટાદ તથા બાલવિચાર પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝીકિયાળી પ્રા. શાળાના આચાર્ય અને બાળ સાહિત્યકાર પ્રકાશ કુબાવતના બાળવાર્તા સંગ્રહ ‘પરિરાણીનાં દેશમાં’ને બાળસાહિત્ય ક્ષેત્રનો પ્રતિષ્ઠિત અંજુ-નરશી વિશિષ્ટ સન્માન -૨૦૨૩ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. આ તકે રાજય કક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા, પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભાના કૌશિકભાઈ વેકરિયા, ભારતીય સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કૃત સર્જક અશોકપુરી ગોસ્વામી , ગુજરાત બાળસાહિત્ય અકાદમીના અધ્યક્ષ યશવંત મહેતા, ગુજરાત લોકસાહિત્ય ક્ષેત્રના અરવિંદ બારોટ, મનોહર ત્રિવેદી તેમજ પારિતોષિક સમારોહના આયોજક રવજી ગાબાણી સહીતના ઉપસ્થિત રહ્યા હતા. બાળ સાહિત્યકાર પ્રકાશભાઈ કુબાવતને રોકડ ધનરાશિ તથા સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યુું હતું.

- text

આ પહેલા પણ પ્રકાશ કુબાવતના પ્રથમ પુસ્તક ‘બાલપરીની વ્યથા’ને પણ બાળસાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલ છે. બીજું પુસ્તક પણ સન્માનિત થતા શિક્ષણ અને સાહિત્ય જગતનું તેમજ મોરબી જીલ્લાનું તેમણે ગૌરવ વધાર્યુ છે.

- text