મોરબીના જેતપર ગામે રોટાવેટરમાં પગ કપાઈ જતા આધેડનુ મૃત્યુ 

- text


મોરબી : મોરબી તાલુકાના જેતપર મચ્છુ ગામે વાડીએ ટ્રેકટર રોટાવેટર ચલાવતી વખતે રોટાવેટરમાં અવાજ આવતો હોય ચેક કરવા જતા આધેડ ખેડૂતના બન્ને પગ રોટાવેટરમાં આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જેતપર મચ્છુ ગામે ડાયાભાઇ ત્રિભુવનભાઇ અધારાના ખેતરમા રામજીભાઇ ત્રિભોવનભાઇ અધારા ટ્રેકટર રોટાવેટર ચલાવતા હતા ત્યારે રોટાવેટરમાં અવાજ આવતો હોવાથી રોટાવેટર ઉપર ઉભા રહેતા પગ લપસી જતા બન્ને પગ રોટાવેટરમાં આવી જતા કપાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text