મોરબીમાં કેશવ કો ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી દ્વારા સરદાર પટેલ જન્મ જયંતિની ઉજવણી

- text


મોરબી : આજે અખંડ ભારતના શિલ્પી કે જેમને લોખંડી પુરુષનું બિરુદ મળેલ છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલ જેમની આજ તા.૩૧ના રોજ ૧૪૮ જન્મ જયંતિ નિમિતે કેશવ કો ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી. મોરબી શાખા માં ઉજવણી કરવામાં આવેલ હતી.

સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમજ મોરબી શાખાના સયોજક રમેશભાઈ પંડયા પોતાના વિચારો રજુ કર્યા જણાવ્યું કે, સમાજ માટે સમર્પિત થયને કાર્ય કરનાર આ મહાન વિભૂતિના જીવનમાંથી પ્રેરણા લઈને આપને સૌ કાર્યકર્તા તેમજ કર્મચારી તેમના પગલે ચાલવા પ્રયત્નો કરીએ તેવો સંકલ્પ લીધો.સંયોજક રમેશભાઈ પંડયા તથા શાખા વિકાસ સમિતિના સભ્યો તેમજ કર્મચારી તથા બહોળી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text