માળીયા-હળવદ હાઇવે ઉપર કાર હડફેટે બાઈકસ્વાર વૃઘ્ધનું મૃત્યુ 

- text


રણજીતગઢ ગામના હરિક્રુષ્ણ ધામ મંદિર સામે અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક નાસી છૂટ્યો 

હળવદ : હળવદ – માળીયા હાઇવે ઉપર રણજીતગઢ ગામ નજીક બાઈક લઈને જતા વૃદ્ધને કિયા કારના ચાલકે હડફેટ લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક કાર રેઢી મૂકીને નાસી ગયો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ – માળીયા હાઇવે ઉપર રણજીતગઢ ગામના હરિક્રુષ્ણ ધામ મંદિર સામે GJ-13-H-1113 નંબરનું બાઈક લઈને જઈ રહેલા બાવલભાઇ કારોડીયાને કિયા મોટર કાર નંબર GJ-12-FD-0391ના ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જ્યા બાદ પોતાની કાર અકસ્માત સ્થળે રેઢી મૂકી નાસી જતા મૃતકના પુત્ર રમેશભાઇ બાવલભાઇ કારોડીયા, રહે રણજીતગઢ વાળાએ આરોપી કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text