લાલપર નજીક ટેન્કર કેનાલમાં ખાબક્યુ

- text


ક્રેનની મદદથી ટેન્કરને બહાર કઢાયું, સદનશીબે કોઈ જાનહાની નહિ

મોરબી : મોરબીના લાલપર પાસે એક ટેન્કર કેનાલમાં ખાબક્યું હતું. જેને પગલે ટેન્કરને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું. સદનશીબે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર લાલપર નજીક આવેલ હોલીસ સિરામિક પાસે પાણીના ફેરા કરતું એક ટેન્કર કેનાલમાં ખાબક્યું હતું. કેનાલમાં પાણી હોય જેથી કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે તુરંત સ્થાનિકો એકત્ર થયા હતા. બાદમાં ક્રેન સર્વિસને મદદ માટે બોલાવવામાં આવતા તુરંત ક્રેન પહોંચી હતી. ક્રેનની મદદથી આ ટેન્કરને કેનાલની બહાર કાઢવામાં આવ્યું હતું.

- text

- text