પર્યાવરણ બચાવવાના ઉદ્દેશ્ય સાથે સાયકલ ઉપર ભારત ભ્રમણ માટે નીકળેલો યુવાન મોરબી પહોંચ્યો

- text


રિસાયકલિંગ પ્લાસ્ટિકનો સંદેશ ઘરે-ઘરે પહોંચાડવા માટે આંધ્રપ્રદેશના યુવાનની 50 હજાર કિલોમીટરની સાયકલ યાત્રા

મોરબી : પર્યાવરણ બચવવાનો સંદેશ ઘરેઘરે પહોંચાડવા ભારત ભ્રમણ કરવા માટે નીકળેલો આંધ્રપ્રદેશનો યુવાન મોરબી પહોંચ્યો છે. આ યુવાને રિસાયકલિંગ પ્લાસ્ટિકનો સંદેશ ઘરે – ઘરે પહોંચાડવા માટે 50 હજાર કિલોમીટર સાયકલયાત્રાનો નીર્ધાર કર્યો છે.

આંધ્રપ્રદેશથી રીસાયકલિંગ પ્લાસ્ટિક વડે પર્યાવરણ બચવાનો સંદેશ જન જન સુધી પહોંચાડવા માટે ભારત ભ્રમણ કરવા નીકળેલો ચૈતન્ય નામનો યુવાન ગુજરાતમાં ફરીને આજે મોરબી પહોંચ્યો હતો. આ યુવાને પોતાના પર્યાવરણ બચવાના ઉદેશ્યને ઘરેઘરે પહોંચાડવા માટે 50 હજાર કિલોમીટર સુધી સાયકલ ચલાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. અત્યાર સુધીમાં આ યુવાને કર્ણાટક, તમિલનાડુ, ગોવા, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં 307 દિવસમાં 20 હજાર કિલોમીટરની સાયકલયાત્રા કરીને લોકોને પર્યાવરણ બચવાનો સંદેશ આપ્યો છે.

- text

આ યુવાનનું તેલુસુ એસોસિએશન મોરબીના સભ્યો અરુણકુમાર, ઉદય ચૌધરી, રાજેશભાઈ સહિતના દ્વારા સ્વાગત કરાયું છે. આ યુવાને મોરબીમાં લોકો સુધી જમીન બચાવો, પર્યાવરણ બચાવોનો સંદેશ આપ્યો હતો. હવે પછી રાજસ્થાન, પંજાબ, દિલ્લી સહિતના રાજ્યોમાં આ યુવાન સાયકલ યાત્રા કરશે.

- text