રાજય સરકાર વર્ગ-૪ના કર્મચારીઓને રૂા.૭ હજારની મર્યાદામાં અપાશે દિવાળી બોનસ

- text


સરકારના કર્મચારીઓ સહિત બોર્ડનિગમના અદાજે ૨૧,૦૦૦ થી વધુ કર્મીઓને થશે લાભ

મોરબી : આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે તેમ નાણા વિભાગની યાદીમાં જણાવાયું છે.

- text

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર રાજય સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને રૂા.૭૦૦૦ ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે.આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ (માન્‍યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-૪ ના અદાજે ૨૧,૦૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે તેમ વધુમાં જણાવાયું છે.

- text