મોરબીમાં દિવ્યાંગ બાળકો સંગીત તાલીમ માટે તજજ્ઞોને મદદ કરવા અનુરોધ

- text


મંગલમૂર્તિ દિવ્યાંગ શાળામાં બાળકોને સંગીત વાદન તાલીમ માટે તજજ્ઞોની મદદની જરૂરત

મોરબી : મોરબીમાં આવેલી માં મંગલમૂર્તિ દિવ્યાંગ શાળામાં દિવ્યાંગ બાળકોને સંગીત પ્રત્યે રૂચી જાગે અને તેનામાં છુપાયેલું કૌશલ્ય બહાર આવી શકે તે હેતુથી બાળકોને સંગીતના વિવિધ સાધનો વાદનની તાલીમ માટે સાધનો ઉપલબ્ધ છે પરંતુ તજજ્ઞ શિક્ષકોની કમી હોય તજજ્ઞને મદદ માટે આગળ આવવા અનુરોધ કરાયો છે.

માં મંગલમૂર્તિ દિવ્યાંગ શાળામાં હાલમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો અભ્યાસ સાથે ઢોલક, પેટી જેવાં સંગીતના વિવિધ સાધનોની તાલીમ આપવામાં આવી રહી છે. વધુમાં બાળકોને સંગીતમાં યોગ્ય તાલીમ મળે તો તે વધારે સારૂં સંગીત શીખી શકે તેમ છે તેમજ આગળ વધી શકે છે. જેથી સંસ્થા દ્વારા સંગીત શિક્ષક વિનામુલ્યે આ દિવ્યાંગ બાળકોને સંગીતના સાધનોની ટ્રેનિંગ આપવા આવી શકે તે માટે અનુરોધ પણ કરાયો છે. જેથી બાળકો વધુ સારી રીતે શીખી શકે.

જો કોઈપણ વ્યક્તિ આ સેવા આપવા ઈચ્છતા હોય તેમણે શાળાનો -9638074466, 7069545945 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

- text