મોરબીના છેવાડાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા નામે મીંડું : અનેક રજુઆત છતાં પરિણામ શૂન્ય

- text


રજુઆત કરી કરીને નાગરિકો થાક્યા છતાં સરકારી તંત્ર ગાંઠતું ન હોવાનો સામાજિક કાર્યકરે બળાપો વ્યક્ત કર્યો

મોરબી : મોરબીના છેવાડાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા માટે અનેક વખત રજુઆત કરવા છતાં નિભર તંત્રના પેટનું પાણી હલ્યું નથી.આથી ફરી એકવાર સામાજિક કાર્યકરે ઓફિસરને રજુઆત કરીને કહ્યું હતું કે, હું રજુઆત કરી કરીને થાક્યો છતાં તંત્ર ધ્યાન આપતું ન હોવાની નિસાસા ભેર રજુઆત કરી છે.

મોરબીના વોર્ડ નંબર -11માં આવેલ શનાળા બાયપાસ પાસેના લાઇન્સનગરના સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરીને જણાવ્યું હતું કે, લાઇન્સનગરની વર્ષોથી રહેલી સમસ્યાઓ બાબતે અનેક રજુઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. લાઇન્સનગરમાં વર્ષોથી એકેય સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. જેમાં પ્રાથમિક શાળા અને આગણવાડી પાસે ગંદકીના થર જમ્યા છે. તેમજ શાળા પાસે ઘણા સમયથી ગટર ઉભરાય છે. મેઈન રોડ ઉપર એકપણ સ્ટ્રીટ લાઈટ નથી. કચરો નાખવાની સુવિધા ન હોવાથી જ્યાં ત્યાં કચરાના ગંજ ખડકાયા છે. આવી સમસ્યાઓને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી પડે છે. તેથી આ સમસ્યાઓનું તાકીદે નિવારણ કરવા અંતમાં માંગ ઉઠાવી હતી.

- text

- text