મોરબીમાં જીસ્વાન કનેક્ટિવિટી ખોરવાતા દસ્તાવેજ નોંધણી ઠપ્પ

- text


છેલ્લા અઠવાડિયાથી સર્વરના ધાંધિયાથી નાગરિકો પરેશાન : દૈનિક 100 ને બદલે માંડ ચાર પાંચ દસ્તાવેજની નોંધણી

મોરબી : મોરબીમાં નવરાત્રીના સપરમાં દિવસોમાં દસ્તાવેજ નોંધણી કરાવવા ઇચ્છતા નાગરિકો માટે જીસ્વાન વિલન બન્યું છે, ગુજરાત સરકારનું ઇન્ટ્રાનેટ ખોરવાઈ જતા નાગરિકોને 7 / 12 કઢાવવાથી લઈ દસ્તાવેજ નોંધણીમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

સિરામિક સીટી એવા સૌરાષ્ટ્રના પેરિશ મોરબીમાં દૈનિક 100 જેટલી મિલકતોના દસ્તાવેજ નોંધણી થાય છે પરંતુ છેલ્લા એકાદ અઠવાડિયાથી ગુજરાત સરકારની ઓનલાઈન કામગીરીમાં જીસ્વાન કનેક્ટિવિટી વિલન બનતી હોય એકાદ કલાક સુધી રાહ જોયા બાદ માંડ એક દસ્તાવેજ નોંધાતો હોય અરજદારો મુશ્કેલી અનુભવી રહ્યા છે

વધુમાં મોરબીમાં જીસ્વાન કનેક્ટિવિટીની સમસ્યા સર્જાતા ન માત્ર દસ્તાવેજ નોંધણી બલ્કે 7 / 12, 8- અ સહિતના અન્ય દસ્તાવેજી કામગીરી તેમજ આવકના દાખલા અને અન્ય ઓનલાઈન કામગીરી તેમજ જાહેર વિતરણ વ્યવસ્થાને પણ માઠી અસર પહોંચી હોવાનું અરજદારો જણાવી રહ્યા છે.

- text

- text