વાંકાનેરના પાડધરા ગામની સીમમાં જુગાર રમતા ચાર પકડાયા, ચાર નાસી ગયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા સરવેલન્સ ટીમે દરોડો પાડી પાનાં ટીચતા ચાર શખ્સોને રોકડા રૂપિયા 52,300 સાથે ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસને જોઈ ચાર જુગારી નાસી જતા પોલીસે આઠેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીને આધારે પાડધરા ગામની સીમમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી કેશાભાઈ શામજીભાઈ બાવળીયા, અનિસ ઉર્ફે અનિલ જેસિંગભાઈ ડેણીયા, ચંદુભાઈ ઉર્ફે વિનોદ કરણાભાઈ ચાવડા અને ભરતભાઇ ગોવિંદભાઇ મીઠાપરાને રોકડા રૂપિયા 53,200 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

- text

જો કે, દરોડા દરમિયાન આરોપી સુરેશભાઈ કેશુભાઈ સાબરીયા, પરેશ ઉર્ફે પિન્ટુ દામાભાઈ રામાનુજ, વિપુલ ઉર્ફે લીંબો લખમણભાઈ ડાભી અને પાંચાભાઈ રૂપાભાઈ રંગપરા નાસી જતા પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

આ સફળ કામગીરી વાંકાનેર તાલુકા પીએસઆઇ બી.પી.સોનારા, એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા, ચમનભાઈ ચાવડા, હેડ કોન્સ્ટેબલ મ્યુરધ્વજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ હારિષચંદ્રસિંહ ઝાલા, રવિભાઈ ક્લોત્રા, વિજયભાઈ ડાંગર તેમજ લોક રક્ષક અજયસિંહ ઝાલા સહિતના સ્ટાફે કરી હતી.

- text