વાંકાનેર : જુના કણકોટ શાળાના આચાર્ય અને સીઆરસીને વિદાયમાન અપાયું 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાની જુના કણકોટ તાલુકા શાળાના આચાર્ય ગીતાબેન સારદિયા અને સીઆરસી કો. ઈર્ષાદભાઈ શેરશિયાનો વિદાયમાન તેમજ બહુમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ગીતાબેન અને ઈર્ષાદભાઈને તમામ પેટાશાળાના આચાર્યો તરફથી ભેટ અને પ્રશસ્તિપત્ર આપીને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

વાંકાનેર તાલુકાની જુના કણકોટ તાલુકા શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગીતાબેન અને ઈર્ષાદભાઈએ તમામ શાળાને ભેટ આપીને યાદગીરી પાઠવી હતી. તેમજ નવા સીઆરસી કો. ઈરફાન ભાઈ અને તાલુકા શાળા આચાર્ય હીનાબેનનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ અને બીટ કેનિ યુવરાજસિંહ વાળા ,મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા અને રાજ્યપ્રતિનિધિ ચંદ્રસિંહ ઝાલા,તમામ પેટા શાળા આચાર્યઓ ,સીઆરસી કો. ઇરફાનભાઈ હાજર રહ્યા હતા. યુવરાજસિંહ વાળાએ તમામ આચાર્યને માર્ગદર્શન અને પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું.મહેન્દ્રસિંહ ઝાલાએ વિદાયમાન શિક્ષકોની કામગીરી ને બિરદાવી હતી.ગીતાબેન તરફથી તાલુકા શાળાના બધા બાળકોને લન્ચબોક્સની ભેટ આપી હતી.તેમજ ઇર્ષાદભાઈ દ્વારા સ્વરૂચિ ભોજનનું આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિરેન્દ્રસિંહ પરમાર અને આયોજન તા.શા.આચાર્ય હીનાબેન જેઠવા અને પેટાશાળા આચાર્યો દ્વારા કરાયું હતું.

- text

- text