હળવદમાં એક્ટિવામાં દારૂની બાટલી લઈને નીકળેલો યુવાન ઝડપાયો 

- text


હળવદ : હળવદના સરા નાકા વિસ્તારમાંથી પોલીસે બાતમીને આધારે એક્ટિવા મોટર સાયકલ લઈને નીકળેલા અજયભાઇ ચંદુભાઇ ગડેશીયા ઉ.26 નામના યુવાનને અટકાવી તલાસી લેતા એક્ટિવામાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 મળી આવતા 35 હજારના એક્ટિવા સહિત 35,300નો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપી અજયની પૂછતાછમાં દારૂની આ બાટલી આરોપી નિલેશ સુરેલા નામના શખ્સ પાસેથી ખરીદી હોવાની કબૂલાત આપતા હળવદ પોલીસે નીલેશને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text